વ્યારા સહિત જિલ્લામાં સુલેહ અને શાંતિનું વાતાવરણ જળવાઇ રહે અને લોકોની માલ મિલકતને નુક્શાન ન થાય તે માટે તકેદારીના ભાગરૂપે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ સાગર મોવલીયાએ એક જાહેરનામું પ્રસિદ્ધ કરી તાપી જિલ્લામાં આવેલી તમામ બેંકો, તમામ એટીએમ સેન્ટરો, સોના- ચાંદી તથા કિંમતી ઝવેરાતની દુકાનો તથા શો રૂમ તથા શોપીંગ મોલ, મલ્ટીપ્લેક્સ, થિયેટર, શોપીંગ સેન્ટરો, વહીવટકર્તાઓએ તેમના ધંધાના સ્થળોએ પ્રવેશ દ્વાર પ્રવેશ દ્વાર ઉપર તથા બહાર નિકળવાના દ્વાર, રિશેપ્શન કાઉન્ટર, લોબી, બેઝમેન્ટ, પાર્કિંગની જગ્યા તથા જાહેર પ્રજા માટે જ્યાં પ્રવેશ હોય ત્યાં તમામ જગ્યાઓ આવરી લે તેટલી સંખ્યામાં સીસીટીવી કેમેરાની વ્યવસ્થા ગોઠવવાની રહેશે. સીસીટીવી કેમેરા સારી ગુણવત્તાવાળા, વધુ રેન્જના ગોઠવવાના રહેશે.