નવસારી સ્ટેશનરી એસો.ના પ્રમુખે ત્રણ બાળકોના શિક્ષણની જવાબદારી ઉપાડી...
નવસારીના વિજલપોર વિસ્તારમાં રહેતા યુવાન સાથે ગત દિવાળીમાં રેલ્વે સાથેની ટક્કરમાં બંને પગ કપાઈ જતા યુવાન નિરાધાર બન્યો હતો.યુવાનને પત્ની અને 3 બાળકો સહિત 11 સભ્યોનું પરિવાર હોય ઘર ચલાવવા સાથે બાળકોના શિક્ષણની ચિંતા રહેતી હતી.આ બાબતની જાણ ધી નવસારી સ્ટેશનરી મરચન્ટ એન્ડ મેન્યુફે્કચરીંગ.એસોસિએશનના પ્રમુખ રીતેશ સામવાનીને થતા ત્રણેય બાળકોના હાલના શૈક્ષણિક વર્ષની જવાબદારી ઉપાડી લીધી હતી.