નવસારી જિલ્લામાં પણ આંખ આવવાની બીમારી માં ચિંતાજનક વધારો...
હાલમાં ગુજરાત રાજ્યમાં આંખ આવવાની બીમારી માં ચિંતાજનક વધારો નોંધાયો છે ત્યારે નવસારી જિલ્લામાં પણ આ આંકડો વધુ છે જેમાં સિવિલ હોસ્પિટલની આંખ વિભાગની ઓપીડી માં પણ વધારો નોંધાયો છે. જૂન માસમાં 818 જેટલા કેસ નોંધાયા હતા તો જુલાઈમાં 697 જેટલા કેસ ની ઓપીડી નવસારી સિવિલમાં હેન્ડલ કરવામાં આવી છે.