મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગતરોજ ગાંધીનગર ખાતે યોજાયેલા રાજ્યકક્ષાના ‘સ્વાગત’ ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી અરજદારોની રજૂઆતો-સમસ્યાઓ સાંભળી હતી તેમજ તેના ત્વરિત નિરાકરણ માટે જરૂરી કાર્યવાહી હાથ ધરવા સંબંધિત અધિકારીઓને યોગ્ય સૂચનાઓ આપી હતી