વાપીમાં 4 કલાકમાં ધોધમાર 6 ઈંચ વરસાદ...
વલસાડ જિલ્લામાં મોડી રાતથી ધીમી ગતિએ મેઘ મહેર થઈ રહી હતી. ત્યારે વહેલી સવારે વાપી પંથકમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. જેથી વાપીનું જન જીવન અસરગ્રસ્ત બન્યું હતું. વાપી તાલુકામાં 4 કલાકમાં 6 ઇંચ વરસાદ ખાબકતા શહેરના તમામ નીચાણવાળા.વિસ્તારોમાં વરસાદી પાણીનો ભરાવો જોવા મળ્યો હતો. શહેરના પૂર્વ અને પશ્ચિમને જોડતો મુખ્ય અંડરપાસમાં પાણીમાં કાર ફસાઈ ગઈ હતી. જેથી ફાયરની ટીમને જાણ કરવામાં આવી હતી. જેને પગલે ફાયર વિભાગે કાર ચાલકને હેમખેમ બહાર કાઢ્યો હતો