આંગણવાડીમાં અપાતા પોષણક્ષમ આહારના પેેકેટ બારોબાર પોલ્ટ્રી ફાર્મમાં વેચવાનું કૌભાંડ..!
આણંદ એલસીબીની ટીમને બાતમી મળી હતી કે રાસ અંબેરાવ રોડ પર ખોડિયાર પોલ્ટ્રી ફોર્મમાં આંગણવાડી બાળકોને આહારમાં આપવામાં આવતો જથ્થો મોટા પ્રમાણ પડયો છે. પોલીસે બોરસદ બાળવિકાસ યોજના અધિકારી જાગૃતિ પરમારને સાથે રાખીને તપાસ કરતાં પોલ્ટ્રીફોર્મ ઉપર જતીનભાઇ જે. જાદવ સાથે બાળશકિત, માતૃશકિત, પૂર્ણાશકિતના આહારના પેકેટ 3040 કિંમત રૂ 2,01,600ના મળી આવ્યાં હતા. જેથી પોલીસે પુછપરછ કરતાં આ પેકેટ કઠોલ ગામમાં રહેતા પ્રતિપાલસિંહ ઉર્ફે પીન્ટુ ગોહીલ પાસેથી મંગાવ્યાં હતા. જેથી પોલીસે વિરસદ પોલીસ મથકે બંને શખ્સ વિરૂધ્ધ તપાસ હાથ ધરી છે