I.P.R - GI ટેગ અને પેટન્ટીંગ અંગે ખેડૂતો માટે સેમિનાર યોજાયો....
નવસારી કૃષિ યુનિવર્સીટીના કર્મચારીઓ, સહકારી મંડળીના આગેવાનો તેમજ ખેડૂતો માટે IPR, GI ટેગ અને પેટન્ટ કેવી રીતે મેળવવા અને એના માટે શું ધ્યાનમાં રાખવું સહિતની માહિતી સાથે વિસ્તૃત પરિસંવાદ યોજવામાં આવ્યો હતો. દક્ષિણ ગુજરાતના જે તે વિસ્તારમાં વિશેષ ખાસિયત ધરાવતા પાકોને જી.આઇ. ટેગ મેળવી દેશ તેમજ દુનિયામાં તે વિસ્તારની આગવી ઓળખ કેવી રીતે ઉભી કરી શકાય તેના માટે વિશેને માહિતી આપવામાં આવી હતી.