વાપીના ઉદ્યોગોએ જોખમી કચરાનો ડેટા આપવો પડશે...
વાપી જીપીસીબી દ્વારા ઓપન હાઉસ એન્ડ એન્વાયરમેન્ટ ક્લિનીકનું બુધવારે આયોજન થયું હતું. જેમાં વર્ષ 2022-23 માટે વાર્ષિક જોખમી કચરાની ઇન્વેન્ટરી માટે ઓનલાઈન એક્સજીએન ફોર્મ ફાઇલ કરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. વર્ષ 2022 – 23 માટેના નિયમ 9 હેઠળ વાસ્તવિક વપરાશકર્તાઓના જોખમી કચરાની પ્રાપ્તિ-ઉપયોગનો ડેટા સબમિટ કરવા વાપીના ઉદ્યોેગકારોને તાકીદ કરવામાં આવી હતી.