ચીનના બાળકોમાં જોવા મળેલી શ્વાસની બિમારીને લઇ રાજ્ય સરકાર સતર્ક બની છે. કેન્દ્રીયઆરોગ્ય મંત્રાલયની સુચના બાદ રાજ્ય સરકાર પણ હવે એક્શનમાં આવી છે. મહત્વનું છે કે, સાથે રાજ્યના તમામ ઓક્સિજન પ્લાન્ટની કાર્યક્ષમતા અંગેનો રિપોર્ટ આપવા જણાવાયું છે. જેમાં જરૂરી બેડ, દવાઓ અને ઓક્સિજન સહિતની સામગ્રી તૈયાર રાખવા સૂચના અપાઈ છે. પૂર્વ તૈયારીના ભાગરૂપે વેન્ટિલેટર, PPE કીટનો સ્ટોક ઉપલબ્ધ રાખવા સૂચના પણ અપાઈ છે