રખડતાં ઢોર નિયંત્રણ પોલિસી અંતર્ગત લાયસન્સ અને પરમિટ માટે દસ્તાવેજવાળી જગ્યા ફરજિયાત છે. માલધારીઓની માંગ છે કે જે જગ્યા ઉપર તેઓ પશુઓ રાખે છે, ત્યાંના લાઈટબિલ અને ટેક્સબિલના આધારે તેઓને લાયસન્સ અને પરમિટ આપવામાં આવે. ભૂતકાળમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પશુના રજીસ્ટ્રેશન માટે પશુ દીઠ 200 લેખે કરોડો રૂપિયા ઉઘરાવ્યા હતા. તે પૈસા પરત કરવામાં આવે તેવી માગને લઈ આજે મોટી સંખ્યામાં માલધારીઓ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની દાણાપીઠ ઓફિસ ખાતે પહોંચ્યા હતા.