દેવ દિવાળી પર્વે શહેરના એમ.જી.રોડ નરસિંહજીની પોળમાં આવેલા નરસિંહજીના મંદિરમાંથી બપોરે નીકળેલા વરઘોડામાં મોટી સંખ્યામાં જાનૈયારૂપી શહેરીજનો જોડાયા હતા. હાથી ઘોડા પાલખી જય નરહરી લાલકી…ના ગગનભેદી જયઘોષ સાથે વાજતે-ગાજતે ભગવાન નરસિંહજીનો ભવ્યાતિભવ્ય વરઘોડો નીકળ્યો હતો. સમગ્ર રૂટ દરમ્યાન ઝૂમતા ભગવાન નરસિંહજીના ભક્તે સહુ કોઈનું ધ્યાન ખેંચ્યું હતું. ભક્ત દુખીભાઈ મંદિરના અનુયાયી છે. અને ભક્તિમાં લીન બની ઝૂમતા રહે છે.