વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ઓરવાડના ડુંગર ફળિયામાં પારડી પોલીસની આગેવાનીમાં વલસાડ સીટી અને વલસાડ રૂરલ તેમજ LCBની ટીમની મદદ લઈને કોમ્બિન્ગ હાથ ધરવા આવ્યું હતું. ડુંગર ફળિયામાં આવેલી ચાલીઓમાં ભાડે રહેતા ભાડુઆતો પાસેથી પોલીસ NOC, CCTV કેમેરા પાર્ક કરેલા વાહનોના દસ્તાવેજી કાગળો અને વિસ્તારમાં રહેતા શંકાસ્પદ ઇસમોનું કોમ્બિન્ગ દરમ્યાન ચેકીંગ કરવામાં આવ્યું હતું.