શામળાજીમાં કાર્તિકી પૂર્ણિમાના મેળા નિમિત્તે હજારો ભક્તો ઊમટયા હતા. ભક્તોએ મેશ્વો ડેમની તળેટીમાં આવેલા નાગધરા કુંડમાં આસ્થાની પવિત્ર ડૂબકી લગાવી પોતાના પિતૃઓના મોક્ષ માટે શાંતિની પ્રાર્થના બાદ ભગવાન શામળિયાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. દેવ દિવાળીએ ભગવાન શામળાજીને વિશેષ સોનાના આભૂષણો અને સફેદ ઝરીના વસ્ત્રોથી સાજ શણગાર કરાયો હતો.