લાભાર્થીઓને સસ્તા અનાજનો જથ્થો ઓછો આપતી, અનિયમિત ચાલતી સહિતની ગેરરીતિઓ બહાર આવતાં જિલ્લા પુરવઠા અધિકારીએ મહેસાણા જિલ્લાની સસ્તા અનાજની 12 દુકાનોનો પરવાનો ત્રણ મહિના માટે રદ કરી સસ્પેન્ડ કરી દેવામાં આવી છે. જ્યારે અગાઉ વિસનગર તાલુકામાંથી વેચાવવા માટે જઈ રહેલા શંકાસ્પદ સરકારી અનાજના જથ્થા મામલે પુદગામની સસ્તા અનાજની દુકાનનો પરવાનો કાયમી ધોરણે રદ કરી દેવાયો છે.