ડીસા નગરપાલિકા દ્વારા ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડને વીજ બીલ પેટે ભરવાના થતા રૂપિયા 8.83 કરોડની રકમ વારંવાર નોટિસો આપવા છતાં પાલિકા દ્વારા નહીં ભરાતા UGVCLએ નગરપાલિકાના ચીફ ઓફિસરને 72 કલાકની આખરી નોટિસ આપી. જો નાણાં નહીં ભરાય તો પાલિકા હસ્તકના 37 બોર સહિતના વીજ કનેક્શન કાપવાની ચીમકી આપી છે