આર.ટી.આઇ. એક્ટિવેસ્ટ દ્વારા માહિતી અધિકાર નિયમન હેઠળ રાજપીપળા નગરપાલિકામાં આશરે પાંચ વર્ષ અગાઉ ખરીદી કરવામાં આવેલા રૂ. 10 લાખ જેટલી માતબર રકમની એલ.ઈ.ડી. સ્ટ્રીટ લાઇટમાં કેટલા નંગ, કેટલા વોટ, તેની ટેન્ડર પ્રક્રિયા અને સ્ટોક પત્રક વગેરે બાબતે માહિતી અધિકાર હેઠળ અરજી કરી માહિતી માંગવામાં આવી હતી. માહિતી અધિકારી ચીફ ઓફિસર રાહુલ ડોડીયા દ્વારા અધૂરી માહિતી પુરી પાડવામાં આવી હતી.