મુખ્યમંત્રીએ જણાવ્યું છે કે, સુરતની કેમિકલ કંપનીમાં આગ લાગવાના લીધે કામદારોના મૃત્યુ અને દાઝી જવાની ઘટના હૃદયદ્રાવક છે. મૃતકોના આત્માની શાંતિ માટે ઈશ્વરને પ્રાર્થના કરું છું. મારી સંવેદના તેમના પરિવારજનોની સાથે છે. આ સમગ્ર ઘટનાની તપાસ માટેની સૂચના સક્ષમ અધિકારીઓને આપી છે. ઈજાગ્રસ્તોને યોગ્ય સારવાર મળે તે સુનિશ્ચિત કરવા માટેની સૂચના પણ આપી છે. ઈજાગ્રસ્તો ઝડપથી સાજા થાય તેવી કામના કરું છું.