ઉત્તરકાશીના સિલ્ક્યારામાં બનાવાઈ રહેલી ટનલનો એક ભાગ દિવાળીના દિને તૂટી પડતા કાટમાળ વચ્ચે ફસાયેલા 41 મજૂરોએ 17 દિવસ સુધી જીવન-મરણ વચ્ચે ઝોલા ખાધા હતા. જોકે તેઓની હિંમત અને મક્કમ મનોબળ તથા બચાવ કામગીરી ટીમની કુનેહને કારણે તમામના જીવ બચાવી લેવામાં આવ્યા છે. આ ઘટનામાં ટનલમાં ફસાયેલ લોકોને સહકાર આપવા માટે નવસારીની ગોલ્ડી સોલાર કંપનીએ હેમખેમ પરત ફરેલા દરેક લોકોના ઘરે સોલાર નંખાવી તેમના ઘરની સાથે જીવનમાં પ્રકાશ પાથરવાનો નિર્ણય કર્યો છે. કંપની 41ના ઘરે જઇને સર્વે કરશે અને જરૂરિયાત મુજબની સોલાર લગાવશે