અમદાવાદ મ્યુનિ.ને ટી.પી.સ્કીમની રુએ મળેલા આઠ પ્લોટનું ઈ-ઓકશન કરી ૮૦૦ કરોડની આવક ઉભી કરવા સ્ટેન્ડિંગ કમિટીએ દરખાસ્ત મંજુર કરી છે.આ આઠ પ્લોટ ઉપરાંત જેટકો દ્વારા મળેલા ચાંદખેડા અને ઝુંડાલના બે પ્લોટ વેચી રુપિયા ૨૦૦ કરોડ એમ કુલ એક હજાર કરોડની આવક ઉભી કરવામાં આવશે.ભવિષ્યમાં શહેરમાં જે ટી.પી.સ્કીમ ફાઈનલ થઈ ગઈ છે.આ ફાઈનલ થયેલી ટી.પી.સ્કીમના નાનાપ્લોટનુ હરાજી કરી વેચાણ કરવા નિર્ણય કરવામાં આવ્યો છે. આ અંગે મ્યુનિ.તંત્ર અને સત્તાધીશો દ્વારા આયોજન કરવામાં આવશે તેમ જાણવા મળે છે .