આજથી અમદાવાદના રસ્તા પર લાઇસન્સ વિનાના રખડતા ઢોર જોવા મળશે તો તેને જપ્ત કરવામાં આવશે. જો કોઇ પણ પશુ માલિક પાસે હવે લાઇસન્સ નહીં હોય તો તેમના ઢોરને શહેરની બહાર ખસેડવા પડશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આજથી એટલે કે 1 ડિસેમ્બરથી ઢોર પોલિસીનો ચુસ્ત અમલ કરશે. 90 દિવસ સુધી ઢોર માલિકોને પોતાના ઢોર રાખવા માટે લાઇસન્સ, પરમિટ અને રજીસ્ટ્રેશન કરાવવાનું હતું