મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે #VGGS2024 ના સંદર્ભમાં સિંગાપોરના પ્રવાસ દરમિયાન આજે સિંગાપોરના વ્યાપાર અને ઉદ્યોગ મંત્રી ગણ કિમ યોંગ સાથે મુલાકાત કરી સિંગાપોરની કંપનીઓની ભારતમાં રોકાણો કરવાની ઉત્સુકતા વ્યક્ત કરી હતી. તેમજ મોનેટરી ઓથોરિટી ઓફ સિંગાપોરના ચીફ ટેક્નોલોજી ઓફિસર સોપનેન્દુ મોહંતી સાથે મુલાકાત કરી ગુજરાતમાં રોકાણોની સંભાવનાઓ અંગે ચર્ચા કરી હતી. તદુપરાંત ગુજરાતમાં આયોજિત થવા જઈ રહેલ વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024માં સહભાગી થવા માટે આમંત્રણ પાઠવ્યું હતું