ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા પરિપત્ર કરી ગુજરાત પોલીસ અને તમામ આરોગ્ય અધિકારીઓને જાણ કરવામાં આવી છે કે, હવે કોરોના મહામારી ન હોવાથી તમામ પરિપત્રોને રદ કરી કોરોના ટેસ્ટ વગર જ આરોપીને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે. કોરોના મહામારી દરમિયાન પોલીસ દ્વારા જે આરોપીઓની ધરપકડ કરવામાં આવતી હતી. તે આરોપીઓને કોર્ટ સમક્ષ રજૂ કરતા પહેલા તેઓનો કોરોના ટેસ્ટ ફરજિયાત કરવામાં આવ્યો હતો. આ મામલે પરિપત્રો કરી આજ દિન સુધી જ્યારે પણ કોર્ટમાં કોઈપણ આરોપીને રજૂ કરવામાં આવતો હતો ત્યારે કોરોના ટેસ્ટ કરવામાં આવતા હતા.