ઉમરગામ તાલુકાની તમામ ગ્રામ પંચાયતોમાં હવે QR કોડથી વેરો ભરાશે....
બોગસ વેરા પાવતીના અનેક કિસ્સાઓ રાજ્યભરના અનેક ગામોથી સામે આવ્યા બાદ પંચાયત વિભાગ દ્વારા ગ્રામ પંચાયતમાં મિલકત ધારકોને વેરા પાવતી આપવા માટે ડિજિટલ પદ્ધતિ અપનાવવા માટે પંચાયતોને સૂચિત કર્યા છે જેના ભાગરૂપે ઉમરગામ તાલુકાના તમામ ગ્રામ પંચાયતોમાં મિલકત ધારકોને ડિજિટલ પદ્ધતિથી વેરા પાવતી આપવાની સેવા શરૂ થઈ ચૂકી છે.