શાળાઓમાં ખાલી બેઠકો ભરવા સાથે પડતર પ્રશ્નો અંગે કલેક્ટરને રજૂઆત...
રાજ્યની ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષક કારકુન પટાવાળા ગ્રંથપાલ લેબ ટીચર વગેરે શૈક્ષણિક અને શૈક્ષણિક કર્મચારીઓની જગ્યાઓ ખાલી છે જોકે ખાલી બેઠકો ભરવામાં અને પડતર પ્રશ્નોનું નિવારણ નહીં આવતા લોકોમાં રોષ છે. જેને લઈને બનાસકાંઠા જિલ્લા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ દ્વારા કલેકટર કચેરી ખાતે આવી ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં સરકારે કરેલા જાહેરાતના પ્રશ્નોના ઠરાવ કરવા બાબતે કલેક્ટરને રજૂઆત કરી પ્રશ્નોનો હલ ન આવે તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી.