અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ટેક્સ વિભાગ દ્વારા બાકી ટેક્સની વસૂલાત માટે ફરી એકવાર મિલકત સીલીંગ ઝુંબેશ શરૂ કરી છે. ગતરોજ કુલ 2574 જેટલી મિલકતોને સીલ કરવામાં આવી છે. સૌથી વધુ પૂર્વ ઝોનમાં આવતા રખિયાલ, ઓઢવ, વસ્ત્રાલ સહિતના વિસ્તારોમાં કુલ 505 જેટલી મિલકતોને સીલ કરવામાં આવી છે.