પ્રારંભિક તબક્કામાં સરકારી કચેરી, ઔદ્યોગિક વસાહતો અને ત્યારબાદ રહેણાંક વિસ્તારમાં કામગીરી હાથ ધરાશે. લોકોને વીજ કચેરીમાં બીલ ભરવાની લાઇનમાંથી મુક્તિ મળશે, રાત્રે કે રજાના દિવસે રિચાર્જ પૂર્ણ થાય તો લાઇટ નહીં કપાય, ગ્રાહકને મોબાઇલ પર જ બીલ મળી જશે. દક્ષિણ ગુજરાતમાં વર્ષ-2024માં 35 લાખ જેટલા સ્માર્ટ મીટર લાગશે તેવું અનુમાન છે.