ગુજરાતના તમામ બસ પોર્ટ પર શૌચાલય ફ્રી કરવાના નિર્ણયનો અમલ માર્ચ મહીના બાદ કરવામાં આવશે. એસટી વિભાગ દ્વારા રાજ્યભરમાં સ્વચ્છતા અભિયાનનો આજથી આરંભ થયો છે. ત્યારે તમામ એસટી બસમાં ડસ્ટબિન મુકવાની જાહેરાત પણ કરવામાં આવી છે. બસ સ્ટેશન પર સ્વચ્છતામાં વિશેષ વ્યવસ્થા ઉભી કરવા માટે આ નિર્ણય કરવામાં આવ્યો છે. આ નિર્ણય સાથે ગુજરાત સરકારે દર મહીને રુપિયા 10 લાખની આવક જતી કરી છે.