આજરોજ રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને તેલંગાણા ચૂંટણીનું પરિણામ જાહેર થતાં રાજસ્થાન ,મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં ભાજપનું વિજય તરફ પ્રયાણ વચ્ચે વડોદરામાં જશ્નનો માહોલ છવાયો છે. આ અંગે વડોદરા શહેર ભાજપ પ્રમુખ ડૉ .વિજય શાહએ કહ્યું હતું કે, રાજ્યના ધારાસભ્યોને આ ચૂંટણીમાં મહત્વની જવાબદારીઓ સોંપી હતી જેમાં તે ખરા ઉતર્યા છે. સરકારની યોજનાઓ ઘર-ઘર સુધી પહોંચાડી જેનું ફળ મળ્યું છે. કાર્યકર્તાઓ સહિત સૌ કોઈનો આભારી છું. જ્યારે વિધાનસભાના દંડક બાળકૃષ્ણ શુકલે કહ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને તેમની કાર્ય પદ્ધતિ પર મતદાતાઓએ વિશ્વાસ મૂક્યો છે. આ જ પ્રકારે 2024માં પણ લોકસભા ચૂંટણીમાં પરિણામ જોવા મળશે. અને દિલ્હીમાં ફરી એક વખત ભાજપ સરકાર બનાવશે.