રાજ્યમાં ઠેર ઠેર એક સપ્તાહના ટૂંકા સમયમાં ફરીથી કમોસમી વરસાદ વરસ્યો છે. વડોદરા સહિત અનેક સ્થળો પર કમોસમી વરસાદ વરસ્યો છે. મધ્યરાત્રી બાદ જિલ્લામાં વાતાવરણમાં પલટો આવતા કમોસમી વરસાદ ધોધમાર વરસ્યો હતો. એક તરફ લગ્નસરાની સિઝન જામી છે, ત્યાં કમોસમી વરસાદે અનેક લગ્ન પ્રસંગોમાં વિક્ષેપ સર્જ્યો છે.