દેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય સામે વનકર્મીઓને ધમકી આપી હવામાં ફાયરિંગ કરવાનો કેસ નોંધાયા બાદથી ફરાર છે અને તેઓ જામીન મેળવવા દોડધામ કરી રહયાં છે. રાજપીપળાની સેશન્સ કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી દેતાં હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી જેમાં પણ ધારાસભ્યને રાહત મળી નથી.