'' રહી જુવો '' ગટર સમસ્યાથી પીડિત પરિવારોએ ઘા અને દુકાનની ચાવીઓ પાલિકાને સોંપી દીધી..!!
કચ્છના મુખ્ય મથક ભુજમાં ગટરની પારાવાર સમસ્યા સામે રહીશોએ અનોખી રીતે વિરોધ કરી પાલિકા તંત્રની આખો ઉઘાડવાનો પ્રયાસ કર્યો હતો.ભુજમાં ગટરની સમસ્યા માથાના દુખાવા સમાન બની ગઈ છે. મૂળભૂત સુવિધાના અભાવે પરેશાન વોકળા ફળિયાના લોકોનો મોરચો પાલિકા કચેરીએ પોહોંચ્યો હતો.અને ઉગ્ર રજૂઆત કરી સ્થાનિકોએ ગટર સમસ્યાને લઇ પાલિકા કચેરીમાં ઘર દુકાનની ચાવી સોંપી રોષ પ્રગટ કર્યો હતો.