ગુજરાતમાંથી ફરવા જતા ટૂરિસ્ટની સંખ્યા વધતા અમદાવાદ એરપોર્ટ પર પેસેન્જર ફૂટફોલ 33 હજારને પાર કરી ગયો છે. જેના કારણે અમદાવાદ એરપોર્ટ પરથી ઇન્ટરનેશનલ ફ્લાઇટની સંખ્યા પણ વધી રહી છે. થોડા સમય પહેલા જ અમદાવાદથી અબુધાબી અને જેદ્દાહની ફ્લાઈટ શરૂ થઈ હતી. એર એશિયાએ અમદાવાદથી બેંગકોકના ડોનમુઆંગ શહેરની ફ્લાઈટ શરૂ કરવાની જાહેરાત કરી છે. આમ મલેશિયા એરલાઇને અમદાવાદથી પ્રથમ કુઆલા લમ્પુરની નવી ફ્લાઈટ શરૂ કરવાનો નિર્ણય લીધો છે.