ગુજરાતમાં રખડતાં શ્વાનનો આતંક વધી રહ્યો છે.રાજકોટમાં ગઈકાલે ચાર વર્ષની બાળકી પર શ્વાનની ટોળકીએ હૂમલો કર્યો હતો. બાળકીને બચકાં ભરતાં બાળકીનું મૃત્યુ થયું હતું.જયારે જૂનાગઢના ખામધ્રોળ રોડ વિસ્તારમાં પણ પાંચ વર્ષની બાળકીને શ્વાને બચકાં ભર્યાં હતાં.પરિવારે બાળકીને માંડમાંડ શ્વાનની ચૂંગાલમાંથી છોડાવી હતી,ઈજાગ્રસ્ત બાળકીને સારવાર માટે હોસ્પિટલ ખસેડાઇ હતી. રાજ્યમાં વધી રહેલા શ્વાનના હૂમલાને લઈને લોકોમા રોષ પ્રવર્તી રહ્યો છે.