સૌરાષ્ટ્ર-કચ્છમાં પણ રખડતા ઢોરોની સમસ્યા વિકરાળ બની રહી છે જે દૂર કરવા કચ્છના ભુજમાં પશુ નિયંત્રણ ઠારવ કરી રખડતા ઢોરો પર નિયંત્રણ આવે તેવો સારો વિચાર ભુજ નગર પાલિકાએ કર્યું છે જોકે આ ઠરાવ ફરી એકવાર લટકી ગયો છે. ભુજમાં 8મી સપ્ટેમ્બરે નગરપાલિકાની સામાન્ય સભા મુખ્ય અધિકારીની ગેરહાજરીમાં મળી હતી. જે મુદ્દે પ્રાદેશિક કમિશનરની કચેરીમાં ફરિયાદ થઈ હતી જેને લઇ સામાન્ય સભા મોકૂફ થતાં પશુ નિયંત્રણનો ઠરાવ ઘોંચમાં પડ્યો છે,ઉલ્લેખનીય છે કે,પાલિકા હજુ અપીલમાં ગઈ નથી અને સુનાવણીને કેટલો સમય લાગશે એ હજુ કશું કહી શકાય તેમ નથી ત્યારે પશુ નિયંત્રણ ઠરાવનું ભવિષ્ય શું હશે એ પણ એક મોટાઓ સવાલ છે.