વલસાડ જિલ્લાની વાપી GIDCમાં આવેલી કેમિકલ કંપનીમાં આજે કેમિકલ ભરેલા ડ્રમ ફેરવતી સમયે કેમિકલ લિકેજ થતા ત્રણ મજૂરોને અસર થઈ હતી. જેમાં બે મજૂરોના મોત નિપજ્યા છે. જ્યારે એક મજૂરની સારવાર ચાલી રહી છે. પોલીસે ઘટનાસ્થળ પર પહોંચી સીસીટીવીની તપાસ ઉપરાંત કામદારોના નિવેદન લેવા તજવીજ હાથ ધરી છે.