શહેરના રામોલ વિસ્તારમાં રહેતા ભાર્ગવ મિસ્ત્રી નામના યુવકનું ગત 4 ડિસેમ્બરના રોજ અપહરણ થયું હતું. જે અંગે રામોલ પોલીસને ફરિયાદ મળતા પોલીસે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી ગણતરીનો કલાકોમાં અપહરણનો ભેદ ઉકેલી અપહ્યત ભાર્ગવ મિસ્ત્રીને હેમખેમ છોડાવ્યો હતો.આ ગુનામાં બે મહિલાઓ સહિત કુલ છ આરોપીઓની ધરપકડ કરી હતી. ફાર્મા કંપનીનું જીએસટી લાઇસન્સ પરત મેળવવા યુવકનું અપહરણ કરાયું હતું