ગાંધીનગર : ગાંધીનગર શહેર નજીક આવેલા બીએસએફ કેમ્પમાં ફરજ બજાવતા જવાને લેકાવાડામાં પોતાના ભાડાના મકાનમાં ગળે ફાંસો ખાંઇને આપઘાત કરી લીધો હતો. પિયરમાં રહેલી પત્નીએ ફોન કરતા જવાબ નહીં મળતા તેણે પાડોશીઓને જાણ કરી હતી ત્યાર બાદ તપાસ કરતા જવાને ઘરમાં અંતિમપગલું ભર્યાનું બહાર આવ્યું હતું આ અંગે ચિલોડા પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૃ કરી છે.