ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજ રોજ સાંજે પાંચ કલાકે આણંદ સ્થિત અક્ષર ફાર્મ ખાતે યોજાનાર કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને આણંદ જિલ્લાને રૂપિયા 270 કરોડથી વધુના 22 જેટલા વિકાસ પ્રકલ્પોની ભેટ આપશે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીના હસ્તે રૂપિયા 51.86 કરોડથી વધુના ખર્ચે પુર્ણ થયેલા 9 કામોનું લોકાર્પણ તથા રૂપિયા 218.15 કરોડથી વધુના ખર્ચે નિર્માણ પામનાર 13 કામોનું ખાતમુહુર્ત કરાશે.