દેશની સુરક્ષા માટે સરહદો પર બહાદુરીપૂર્વક લડતા સૈનિકો તેમજ શહીદોના સન્માન માટે સમગ્ર દેશમાં ૭મી ડિસેમ્બરના રોજ ‘સશસ્ત્ર સેના ધ્વજ દિન’ ઉજવવામાં આવે છે. દેશના સીમાડાઓના રક્ષણ કરતાં પોતાનું જીવન ન્યોચ્છાવર કરનાર શહીદ સૈનિકોના સન્માન માટે પ્રત્યેક નાગરિક ‘સશસ્ત્ર સેના ધ્વજ દિવસ’ ની ઉજવણીનો ભાગ બને એવા પ્રયાસ કરવામાં આવે છે. આ દિવસે લોકો શહીદો, ભારતના વર્તમાન તેમજ ભૂતપૂર્વ સૈન્ય કર્મચારીઓ પ્રત્યે તેમની કૃતજ્ઞતા વ્યક્ત કરે છે, અને દેશની સેવામાં મૃત્યુ પામેલા સૈનિકોનું સ્મરણ કરી યથાયોગ્ય અનુદાન અર્પણ કરે છે.