વલસાડ જિલ્લાના ઉમરગામ GIDCમાં આવેલી મેન ચંદન સ્ટીલ કંપનીના મેન પ્લાન્ટમાં આવેલી ભઠ્ઠીમાં ભઠ્ઠીમાં લોખંડ પીગાળવા મૂકેલા લોખડનું લિકવિડ ઉડતા કંપનીના શિફ્ટ ઇચાર્જ અને કંપનીમાં કામ કરતા 6 શ્રમિકો દાજી ગયા હતા. અન્ય શ્રમિકોને બનાવની જાણ થતાં તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. ઉમરગામ પોલીસે સ્થળ મુલાકાત લઈને આગળની તપાસ હાથ ધરી હતી.