મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદના ભદ્રકાળી મંદિરે યુનેસ્કોની યાદીમાં ગરબાને 2023ના 'અમૂર્ત સાંસ્કૃતિક વારસા' તરીકે સ્થાન મળવા બદલ AMC દ્વારા આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. અને ભક્તિ, શક્તિ તેમજ સંસ્કૃતિના પર્યાય સમા ભાતીગળ ગરબા અને લોકગીતોની વિવિધ કૃતિઓ નિહાળી હતી. અને કહ્યું હતું કે, ગરબાને વૈશ્વિક ઓળખ આપતી આ ઐતિહાસિક અને આનંદની ક્ષણ આપણી ધન્ય ધરા ગુજરાત તેમજ દેશ માટે અવિસ્મરણીય છે