મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આણંદ જિલ્લામાં આરોગ્ય, પંચાયત, ગ્રામગૃહ નિર્માણ, માર્ગ અને મકાન તેમજ શહેરી વિકાસ વિભાગ ઉપરાંત સરદાર પટેલ યુનિવર્સિટીના મળીને કુલ રૂ. 270 કરોડના વિવિધ પ્રજાલક્ષી વિકાસકામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ સંપન્ન થયું હતું.મુખ્યમંત્રીએ આ અવસરે જણાવ્યું હતું કે, વડાપ્રપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સમગ્ર દેશમાં વિકાસ છેવાડાના માનવી સુધી પહોંચ્યો છે. સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓના લાભ પ્રત્યેક લાભાર્થી સુધી પહોંચાડવાનો લક્ષ્ય છે.