3 હજાર ખેડૂતોને 12 વર્ષેય પૂરતું વળતર ન મળ્યું..!!!
વાવ, થરાદ, સુઈગામ, ભાભર તાલુકાના કેનાલો માટે જમીનો આપનાર 3 હજાર ખેડૂતોને હજુ પૂરતું વળતર મળ્યું નથી. જેને લઇ ખેડૂતોમાં પાછલા 12 વર્ષથી નારાજગી છે. કલેકટર કચેરી ખાતે ચારેય તાલુકાના ખેડૂત પ્રતિનિધિઓ રજૂઆત કરવા આવ્યા હતા. જેમાં લેખિત રજૂઆત દરમિયાન જણાવ્યું હતું કે પાલનપુરની ડીસ્ટ્રિકટ લેન્ડ રેકર્ડ કચેરી માત્ર ભ્રષ્ટાચાર કરવા મળે તેવા જ કામો હાથ પર લે છે. 12 વર્ષથી વારંવાર રજૂઆત કરવા છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી