દેશમાં આગામી વર્ષે લોકસભાની ચૂંટણી યોજાનાર છે. ત્યારે ગુજરાત કોંગ્રેસે તૈયારી શરુ કરી દીધી છે અને આજે રાજ્યમાં અમદાવાદ સહિત 10 જિલ્લાઓના પ્રમુખોની નિમણૂક કરી છે. જેમાં અમદાવાદના જિલ્લા પ્રમુખ તરીકે હિંમતસિંહ પટેલ, રાજકોટ જિલ્લા પ્રમુખ તરીકે લલિત વસોયા, અમરેલી જિલ્લા પ્રમુખ તરીકે પ્રતાપ દુધાત, જુનાગઢ શહેર પ્રમુખ તરીકે ભરત અમિપરા, પંચમહાલ જિલ્લામાં પ્રમુખ તરીકે ચેતનસિંહ પરમાર, ખેડા જિલ્લા પ્રમુખ તરીકે ચંદ્રશેખર ડાભી, આણંદ જિલ્લા પ્રમુખ તરીકે વિનુભાઈ સોલંકી, વડોદરા જિલ્લા પ્રમુખ તરીકે જશપાલસિંહ પઢીયાર, નર્મદા જિલ્લા પ્રમુખ તરીકે પ્રફુલ પટેલ અને ડાંગ જિલ્લા પ્રમુખ તરીકે મુકેશ પટેલની નિમણૂક કરવામાં આવી છે