આણંદ જિલ્લામાં મહી કેનાલમાં 800 ક્યુસેક વધુ પાણી છોડાયું...
આણંદ જિલ્લામાં દર વર્ષે ચોમાસુ સિઝનમાં 1.75 લાખ હેક્ટરમાં વાવેતર થાય છે. ત્યારે ડાંગર, બાજરી સહિતના પાકોની રોપણી માટે કેટલાંક તાલુકાના છેવાડા ગામોમાં કેનાલના પાણીની જરૂરીયાત ઉભી થઇ છે. હાલમાં કેનાલમાં 4200 ક્યુસેક પાણી છોડવામાં આવે છે. તે પહોંચતું નથી. જે અંગે ખેડૂતો સહિત ધારાસભ્યે મહીં સિંચાઇ વિભાગમાં રજૂઆત કરતાં ખેડૂતોના હિતને ધ્યાને લઇને શુક્રવારથી વધુ 800 ક્યુસેક પાણી કેનાલમાં છોડવાનો નિર્ણય લીધો છે.