આજે મહેસાણામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી...
મધ્યપ્રદેશમાં સક્રિય થયેલ સાયક્લોનિક સિસ્ટમ અને ઉત્તર ગુજરાત ઉપરથી ટ્રફલાઇન પસાર થતી હોઇ સોમવારે ઉત્તર ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં વરસાદની સંભાવના હવામાન વિભાગે વ્યકત કરી છે. જેમાં બનાસકાંઠા, મહેસાણા, સાબરકાઠામાં ભારેથી અતિભારે તેમજ અરવલ્લીમાં ભારે અને પાટણમાં અઢી ઇંચ સુધીના વરસાદ થઇ શકે છે.