જીવ ગુમાવનાર વીરસિંહના પરિજનોએ ખાડી નજીક બેનર લગાવી નોંધાવ્યો વિરોધ..
બીલીમોરાનો 19 વર્ષીય યુવાન વીરસિંહ સરદાર પિતાની સાથે પાલિકાની ખાડી પાસેથી પસાર થતી વખતે તેનો પગ લપસી જતા તે પાણીના વહેણમાં ખેંચાઈ જતા મોતને ભેટયો હતો.આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો પડયા છે. મૃતક યુવાનના પરિવારજનોએ આજે શોપિંગ સેન્ટર પાસે આવી ખાડી પર મોતનો કૂવો લખાણવાળું બેનર લગાવી પાલિકાની વિરોધ કર્યો હતો.