બનાસડેરીએ પશુપાલકોને 20.27 ટકા ભાવ વધારો આપવાની જાહેરાત કરી...
આજે દિયોદરના સણાદર ખાતે બનાસડેરીની 55મી વાર્ષિક સાધારણ સભા બનાસડેરીના ચેરમેન અને સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્મા અને પશુપાલકોની ઉપસ્થિતમાં યોજાઈ હતી. જ્યાં બનાસડેરીના ચેરમેન શંકર ચૌધરીએ 20.27 ટકા ભાવ વધારો આપવાની જાહેરાત કરતા લાખો પશુંપાલકોમાં ખુશીનો માહોલ છવાયો છે. બનાસડેરીએ આજે જાહેર કરેલ ઐતિહાસિક ભાવ ફેર વધારામાં 1852 કરોડ રૂપિયા પશુપાલકોને તેમજ 100 કરોડ રૂપિયા દૂધ મંડળીઓને ભાવ વધારો આપવામાં આવશે, એટલે કે પશુપાલકને 1952 કરોડ રૂપિયા જેટલો ભાવ વધારો મળશે.