કચ્છમાં પણ ઓવરસ્પીડ સામે તવાઈ.. 107 ચાલકો દંડ્યા..!
ઇસ્કોન બ્રિજ અકસ્માત બાદ રાજ્યભરમાં પોલીસ સફાળી જાગી ગઈ છે અને ઓવર સ્પીડ પર લગામ લગાવવા માંથી રહી છે,ત્યારે કચ્છમાં પુરપાટ દોડતા વાહનોની વધુ પડતી સ્પીડ પર બ્રેક લગાવવા ડ્રાઈવ યોજી તવાઈ બોલવાવમાં આવી હતી.પશ્ચિમ કચ્છ જિલ્લા ટ્રાફિક પોલીસની ખાસ ઇન્ટરસેપ્ટર વાહન દ્વારા ચેકિંગ કરવામાં આવે છે જેમાં ઓવરસ્પીડમાં ગાડીઓ હંકારતા 107 જેટલા ચાલકોને દંડ ફટકારવામાં આવ્યો છે.