આખરે કાંસની સફાઇની કામગીરી હાથ ધરાઈ....
આણંદ જિલ્લામાં સોજિત્રા , તારાપુર અને પેટલાદ પંથકમાં 6 દિવસ અગાઉ ભારે વરસાદ પડતાં ત્રંબોવાડ કાંસના ઓવરફલો થતાં નગરમાં પાણી ઘુસી ગયા હતા. ઢીંચણ સમા પાણી 6 દિવસ વિવિધ રહેતા રોગચાળાની દહેશત વર્તાઇ રહી હતી. તેમ છતાં કાંસ વિભાગ કે સિંચાઇ વિભાગ દ્વારા કોઇ જ કાર્યવાહી કરવામાં આવતી ન હતી. જો કે લોકોએ રજૂઆત કરતાં આખરે સિંચાઇ વિભાગ દ્વારા મલાતજ, ત્રંબોવાડ, સોજિત્રા સહિતના કાંસની સફાઇની કામગીરી હાથ ધરવામાં આવી છે.